<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

PMJAY કાર્ડ ધારકો માટે 24×7 હેલ્પલાઇન નંબર જાહેર કરતા રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાતમાં આશરે 2.67 કરોડ લોકો પાસે આયુષ્માન ભારત કાર્ડ:આ યોજનાનો લાભ લેવામાં લોકોને કોઈ મુશ્કેલી હોય કે કોઈ ફરિયાદ હોય તો તે માટે ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

ગાંધીનગર :આયુષ્માન કાર્ડ ધારકોને વિવિધ હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળે છે. ગુજરાતમાં પણ આશરે 2.67 કરોડ લોકો પાસે આયુષ્માન ભારત કાર્ડ છે. આ યોજનાનો લાભ લેવામાં લોકોને કોઈ મુશ્કેલી હોય કે કોઈ ફરિયાદ હોય તો તે માટે ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મહત્વની જાણકારી આપી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યુ કે PMJAY-મા યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી મેળવવા માટે “079-6644-0104 ” હેલ્પલાઇન 24/7કાર્યરત છે.  દર્દીને ફરિયાદના સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે. યોજનાને લગતી કોઈપણ માહિતી અથવા સમસ્યા માટે વોટ્સ અપ હેલ્પલાઈન નંબર : 9227723005 પર સંપર્ક કરો.

હેલ્પ લાઇનમાં કઇ માહિતી/ સુવિધાઓ મળશે ?

24×7 ટોલ ફ્રી નંબર 

યોજનાકીય માહિતી

કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી

કાર્ડ બેલેન્સ

સંકડાયેલ હોસ્પિટલની માહિતી 

વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમ જ પેકેજ ની માહિતી 

હોસ્પિટલમાં આરોગ્ય-મિત્ર તેમ જ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા  

ફરિયાદ નોધણી, ટ્રેકિંગ અને મોનીટરીંગ 

ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઇ-મેલ અને એસ.એમ.એસ દ્વારા પહોચાડવા માટેની ટેક્નોલોજી સભર આધુનિક સુવિધા

યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્યસેવામાં ખામીઓ અંગેની ફરિયાદ અને ફિડબેક સુવિધા

આ હેલ્પપલાઇનથી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસરઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.

(9:36 PM IST)