તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
કડી ખાતેથી ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર : જુઓ વિડીયો
કડી, મહેસાણા ખાતેથી કેશવી ફુડ પ્રોડક્ટ્સ નરસીંહપુરા દ્વારા શંકાસ્પદ પનીર પકડાયુ.

કડી, મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો “ આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલ નો આશરે કુલ ૨૩૦૦ કિ.ગ્રા. અને ૧૬૦૦ કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે ૫.૫ લાખ તથા ૨.૩૦ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા નરસિંહપુરા, તા. કડી ખાતે, તા: ૦૪-૦૩-૨૦૨૫ નાં રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. કેશવી ફુડ પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીર નુ ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીર નો નમુનો લેવામાં આવેલ અને પનીર નો બાકીનો ૨૩૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૫.૫ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિત માં જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત પનીર નો શંકાસ્પદ જથ્થો ઝમઝમ રેસ્ટોરન્ટ, વિરમગામ; હોટલ સહયોગ, વિરમગામ; મુસાફિર રેસ્ટોરન્ટ, કલોલ; આઈ ખોડલ ઢાબા, છત્રાલ; હોટલ અમીરસ, છત્રાલ અને હોટલ સત્કાર, છત્રાલ જેવી અમદાવાદ આસપાસ ની હોટેલો માં આશરે રુ. ૨૪૦ પ્રતિ કિગ્રા ના દરે વેચાતો હતો.
કડી તાલુકામાં અન્ય એક પેઢી મે. ધરતી ઈંડસ્ટ્રીઝ, મુ. તા. કડી જી. મહેસાણા ખાતે તેલ માં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસીયા તેલ માં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસીયા તેલનો નમુનો લઈ ૧૬૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૨.૩૦ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિત માં જપ્ત કરવામાં આવેલ છે.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ લોકોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
