તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ખ્યાતિ હોસ્પિટલ કાંડ: આરોપી કાર્તિક પટેલ 11 માર્ચ સુધી રિમાન્ડ મંજુર
આરોપીને મેટ્રોકોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આરોપીના 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજુર કર્યા

અમદાવાદ :ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ બોગસ PM-JAY કાર્ડ કાઢવાનું તે જ હોસ્પિટલનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અલગ ફરિયાદ નોંધી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલના ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જ્યાં સરકારી વકીલ વાય.કે.વ્યાસે રિમાન્ડ અરજી અંગે કોર્ટમાં રજૂઆત કરી અને કોર્ટ દ્વારા આરોપીને 11 માર્ચ સુધી રિમાન્ડ પર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, "આરોપીએ કેટલાક દર્દીઓના કાર્ડ નિમેષ ડોડીયા પાસે બનાવ્યા હતા. તે કાર્ડ બનાવ્યા બાદ દર્દીને કયા કયા પ્રકારની સારવાર આપવામાં આવી હતી?, સારવાર બાદ કેટલા પૈસાનો ક્લેઇમ પાસ કરાવ્યો?, આરોપી નિમેષ ડોડીયા વર્ષ 2022થી 2024 દરમિયાન કેટલાક રૂપિયાની ચુકવણી બેંક કે રોકડ દ્વારા કરવામાં આવી છે? ચુકવણી અંગે કોઈ નોંધ કરવામાં આવી છે કે નહીં?, આખાયું કૌભાંડ જોતા PM-JAY યોજનાના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં? સમગ્ર મુદ્દે તપાસ કરવાની છે."
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
