<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિતભાઈ શાહ અમદાવાદમાં 9મી માર્ચના રોજ અડાલજ ખાતે આવેલ દાદા કન્વેન્શન સેન્ટરમાં એકસાથે 11,300 નવનિયુકત વકીલોને શપથ લેવડાવશે

શપથ સમારોહમાં રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, કાયદા પ્રધાન ઋષિકેષ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને સાંસદ સભ્ય મનનકુમાર મીત્રા, સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત રહેશે

અમદાવાદ તા.૫ :
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 11,300 નવનિયુકત વકીલોને શપથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અમદાવાદ ખાતે યોજાનારા આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિતભાઈ શાહ દ્વારા 9મી માર્ચના રોજ અડાલજ ખાતે આવેલ દાદા કન્વેન્શન સેન્ટરમાં એકસાથે 11,300 નવનિયુકત વકીલોને શપથ લેવડાવશે. વકીલોના શપથ સમારોહમાં રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, કાયદા પ્રધાન ઋષિકેષ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને સાંસદ સભ્ય મનનકુમાર મીત્રા, સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલે જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં ગુજરાતમાં એકસાથે 11,300 વકીલોનો શપથ સમારોહ યોજાવામાં આવ્યો છે. આ સમારોહમાં દેશની તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો, બીસીઆઇના સભ્યો, રાજયના 272 બારના હોદ્દેદારો સહિત મોટી સંખ્યમાં વકીલો હાજર રહેશે. નવનિયુકત વકીલોના શપથ સમારોહને કારણે તેઓ વકીલાતની પ્રેક્ટિસ સારી રીતે અને ગરિમાપૂર્ણ રીતે કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક મહિનાથી બાર કાઉન્સિલના ચેરમેન સતત મહેનત કરી રહ્યા છે.

(4:40 PM IST)