<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

પૂરવઠાની બલિહારીઃ આ મહિને લાખો કાર્ડ હોલ્ડરોને તુવેરદાળ- ચણા મળવાની શકયતા નહિવતઃ પ્રચંડ રોષ

પમી તારીખ વીતી ગઇ છતા હજુ ઘઉં- ચોખા- મીઠુ- ખાંડની પરમીટ મૂકાઇ નથી

રાજકોટ તા.પઃ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને પોતાની કલ્યાણકારી યોજના દ્વારા વખતોવખત ખાંડ નમક તેલ દાળ ચણા જેવી જણસીઓનુ વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે ત્યારે માર્ચ મહિના માટે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને તૂવેરદાળ તથા ચણાની ફાળવણી નહી કરાતા દેકારો મચી ગયો છે. લાખો રેશનકાર્ડ ધારકો તુવરેદાળની  અને ચણાની જણસીથી વંચિત રહેશે. આ વખતે તુવેરદાળ-ચણાની ફાળવણી  નહી થતા કાર્ડ હોલ્ડરો-દુકાનદારોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યોછે, અધુરામાં પુરૃ ૫ મી તારીખ થઇ છતા ઘઉં-ચોખા-ખાંડ અને મીઠાની પણ પરમીટ નહિ મૂકાતા દૂકાનદારોમાં આર્શ્ચય ફેલાયું છે. રાજયનું પૂરવઠાનિગમ દરમહિને રેશનકાર્ડ ધારકો માટે કયા પ્રકારના નિર્ણયો લઇ રહયું છે. તે જ દુકાનદારોને સમજાતું નથી, દરમહિને હજારો કાર્ડ હોલ્ડરોને ભારે ધક્કા થતા હોય છે. આ વખતે શું થશે તે પ્રશ્ન થઇ રહયો છે.

(4:00 PM IST)