તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
પીજીવીસીએલના કર્મચારીઓ માટે આવાસોની ઘટ : નવી રેસીડેન્સ કોલોનીની જરૂરીયાત
ગુજરાત ઉર્જા એસ.સી.એસ.ટી. એમ્પ્લોઇઝ એસો. દ્વારા એમ.ડી.ને પત્ર

રાજકોટ તા. પ : સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલ પીજીવીસીએલના વિસ્તારોમાં સ્ટાફ કવાર્ટરોની ખુબ અછત વર્તાઇ રહી હોય ગુજરાત ઉર્જા એસ.સી.એસ.ટી. એમ્પ્લોઇઝ એસોસીએશન દ્વારા કંપનીના એમ.ડી.ને પત્ર લખી નવી રેસીડેન્સ કોલોનીઓ બનાવવા માંગણી કરાઇ છે.
રજુઆતમાં જણાવેલ છે કે મુળ જીઇબી અને વર્ષ ૨૦૦૪ ના કંપનીકરણ બાદના પીજીવીસીએલના કર્મચારીઓ માટે રહેણાંક માટે સ્ટાફ કોલોનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે તમામ કોલોનીઓ આશરે ૪૦ થી પ૦ વર્ષ પહેલા કે તેની વધારે સમય પહેલા બંધાવવામાં કે બાંધવામાં આવેલ હતી. આ તમામ કવાર્ટર હાલ જર્જરીત અવસ્થામાં આઉટ ઓફ ડેટ બની ગયા છે. સરકારી ગાઇડ લાઇન મુજબ આવા કવાર્ટર ખાલી કરવાની નોટીસો પણ જારી થઇ છે.
જે તે સમયે ૪૦૦૦ થી ૪૫૦૦ કર્મચારીઓ હતા. તેની સામે આજે પીજીવીસીએલમાં ૧૫૦૦૦ થી ધવુ કર્મચારીઓ ફરજ બજાવે છે. જેથી કવાર્ટરોની મોટી જરૂરીયાત ઉભી થઇ છે.
રાજકોટ સહીત સૌરાષ્ટ્રના વિવિધ શહેર તાલુકા સ્થળોએ પીજીવીસીએલ કંપની પાસે ઘણી જમીન પણ ઉપલબ્ધ છે. ત્યારે લાંબાગાળાનું એટલે કે આગામી ૨૦ વર્ષ સુધીની પરિસ્થિતિ ધ્યાને લઇ અતિઆધુનિક મલ્ટી ફલોર રેસીડેન્સીયલ કોલોની બનાવવામાં આવે તેવી માંગણી પત્રના અંતમાં એમ્પ્લોઇઝ એસો.ના પ્રમુખ ગીરીશ એમ. પરમાર (મો.૯૯૨૫૬ ૧૯૨૧૮)એ ઉઠાવી છે. (૧૬.૧)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
