<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

કોરોના કાળમાં ફરજ દરમિયાન મૃત્‍યુ પામનાર પ૪ વીજ કર્મચારીઓને રપ-રપ લાખ મળશે

ઉર્જા મંત્રી દ્વારા વીજ કંપનીઓ-તમામ સર્કલ કચેરીઓને આદેશો...

રાજકોટ તા. પઃ કો૨ોનાની મહામા૨ીના સમયમાં ફ૨જ દ૨મ્‍યાન મળત્‍યુ પામના૨ ઊર્જા કર્મીઓને રાજ્‍ય સ૨કા૨ અને જીયુવીએનએલ કંપનીની ગાઈડલાઈન મુજબ આશ્રિત પરિવારને રૂ/-૨૫ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ પરંતુ પીજીવીસીએલ કંપની દ્વારા સદ૨ કેસોને રીજેક્‍ટ ક૨તાં સંકલન સમિતિ વતી એજીવીકેએસ યુનિયનના મોભી શ્રી બળદેવભાઈ પટેલ, સીનીયર સેક્રેટરી જનરલ શ્રી ગોપાલભાઈ માતા, ઉપપ્રમુખ અને જીબીઆ એસોસિએશનના શ્રી હરેશભાઈ વઘાસિયા, સેક્રેટરી જનરલ દ્વારા ઊર્જામંત્રી ગોરધનભાઈ ઝડફિયા, વાસણભાઈ આહિર સમક્ષ રજૂઆત કરતાં માન.ઉર્જામંત્રી સાહેબ દ્વારા એક જ માસમાં હકારાત્‍મક અભિગમ દાખવી કર્મચારી/અધિકારી હિતમાં પીજીવીસીએલના વહીવટીય માન.મેનેજિંગ ડિરેક્‍ટરશ્રીને સૂચના અપાઇ હતી. કંપની દ્વારા એક જ અઠવાડિયામાં કુલ પ૪ કેસોમાંથી ૪૮ કેસોતને સદર રૂ. રપ લાખનું ચૂકવણું કરવા ગઇકાલે તમામ સર્કલ ઓફિસોને સૂચના આપેલ છે જે સંકલન સમિતિની ભવ્‍ય સફળતા છે જેનાથી કર્મચારી/અધિકારીઓમાં પણ ખુશીનો માહોલ ફેલાયેલ હોય સંકલન સમિતિ વતી ગોરધનભાઇ ઝડફિયા, વાસણભાઇ આહિર તથા ખાસ કરીને ઉર્જામંત્રી શ્રી કનુભાઇ દેસાઇનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તેમજ પીજીવીસીએલ મેનેજમેંટનો પણ આભાર પ્રગટ કરીએ છીએ.

(2:55 PM IST)