તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાઃ ૭૬ લાખથી વધુ અન્ન સલામતી કાયદા હેઠળના કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે ગુજરાત સરકાર
ગુજરાતમાં NFSA હેઠળ ૩.૭૨ કરોડ લાભાર્થીઓને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ : અંત્યોદય કુટુંબોને વિનામૂલ્યે ખાદ્યાન્ન પૂરું પાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૦માં શરૂ કરી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

ગાંધીનગર તા.૫: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતળત્વમાં કેન્દ્ર સરકારે ગરીબો અને વંચિતોના વિકાસ માટે અનેક લોક કલ્યાણ યોજનાઓ શરુ કરી છે. આજથી પાંચ વર્ષ પહેલાં વડાપ્રધાનશ્રીએ અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી, જે અનેક લોકો માટે વરદાન સાબિત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે આ યોજનાનું અસરકારક અમલીકરણ સુનિヘતિ કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં ૨૧.૯૧ લાખ મે. ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત રૂા.૭૫૨૯ કરોડ રૂપિયા છે.
અંત્યોદય કુટુંબો માટે વરદાન બની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના કપરા સમયગાળામાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ પૂરું પડવાના હેતુથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરુ કરી હતી. જોકે, જરૂરિયાતમંદ પરિવારોનો નાણાંકીય બોજો ઓછો થાય અને તેમને અન્ન વિતરણનો મહત્તમ લાભ મળે એ સુનિヘતિ કરવા માટે આ યોજનાને હવે ડિસેમ્બર ૨૦૨૮ સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ અંત્યોદય કુટુંબોને માસિક ૩૫ કિ.ગ્રા. અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને માસિક વ્યકિતદીઠ ૫ કિ.ગ્રા. અનાજ એમ બે પ્રકારના કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે.
ગુજરાતના ૭૬ લાખથી વધુ કુટુંબોને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
ગુજરાત સરકારે ગરીબો અને વંચિતોના વિકાસને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે અને ખાસ કરીને, પોષણલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય એ સુનિヘતિ કર્યું છે. પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના ૭૬.૬ લાખથી વધુ કુટુંબોના ૩.૭૨ કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪ની વાત કરીએ તો, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રૂા.૭,૫૨૯ કરોડની કિંમતના ૨૧.૯૧ લાખ મે.ટન અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આમાં અંત્યોદય અન્ન યોજનાના ૩૬.૪૦ લાખથી વધુ લાભાર્થીઓ અને અગ્રતા ધરાવતા કુટુંબોના ૩.૩૦ કરોડથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂા.૨૭૧૨ કરોડની ફાળવણી
તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂા.૨૭૧૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. NFSA રાશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે રૂા.૭૬૭ કરોડ, નેશનલ ફૂડ સિકયોરિટી ઍક્ટ-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ પૂરું પાડવા રૂા.૬૭૫ કરોડની જોગવાઈ, NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે રૂા.૧૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, શ્રીઅન્ન (મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂા.૩૦૦ પ્રતિ ક્વિન્ટોલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા રૂા.૩૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
