<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ભાજપ દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામની જાહેરાત શરૂ :ક્લસ્ટર ઇન્ચાર્જની વિડિઓ કોન્ફ્રેસિંગ

જિલ્લા પ્રમુખ- ઉપ પ્રમુખના નામ તબક્કાવાર થશે જાહેર :ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખપદે મહોબતજી ઠાકોર,ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન પટેલ ,લુણાવાડા નપાના પ્રમુખપદે ડો, કીર્તિ પટેલ, બાલાસિનોર નપાના પ્રમુખ તરીકે ગાયત્રીબેન ત્રિવેદી :કોડીનાર નપાના પ્રમુખપદે આબીદા નકવીની વરણી : જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખના નામની પણ જાહેરાત થશે

ગાંધીનગર :ભાજપ પાર્લામેન્ટની બેઠક ગઈકાલે પૂર્ણ થઇ હતી જેમાં જૂનાગઢ મનપા,તાલુકા પંચાયત અને ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારો નક્કી કરવા મંથન થયું હતું , પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 220થી વધુ હોદ્દેદારોના નામ પર ચર્ચા વિચારણા કરાઈ હતી દરમિયાન ભાજપ દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ અંગે ક્લસ્ટર ઇન્ચાર્જ સાથે વિડિઓ કોન્ફ્રસિંગ બેઠક યોજાઈ હતી જેમાં હોદ્દેદારોના નામ પર ફાઇનલ મહોર લાગી હતી 

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ  પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષધ્યાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક થઇ હતી. જેમાં 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવી હતી જુનાગઢ મેયર અને હોદ્દેદારોના નામ નક્કી કરવા મનોમંથન કરાયું હતું 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનું આયોજન કરાયું હતું .પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 220થી વધુ હોદ્દેદારોના નામ પર ચર્ચા વિચારણા કરાઈ હતી.આ બેઠકની શરૂઆતમાં ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારો ચર્ચા વિચારણા અંગે થઇ હતી.આ બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી .

 દરમિયાન ભાજપ દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયતના નામ ફાઇનલ કરવા ક્લસ્ટર ઇન્ચાર્જ સાથે ચર્ચા બાદ બંધ કવર રવાના થયા છે જેમ જેમ કવર મળતા જશે તેમ એમ નામની સત્તાવાર જાહેરાત થશે, બાદમાં જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખના નામની પણ જાહેરાત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે

 ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખપદે મહોબતજી ઠાકોર,ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેન તરીકે પૂજાબેન પટેલની વરણી કરાઈ છે જયારે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખપદે ડો, કીર્તિ પટેલ, નપાના ઉપ પ્રમુખ તરીકે ગાયત્રીબેન  ત્રિવેદીની વરણી કરાઈ છે તેમજ કોડીનાર નપાના પ્રમુખપદે આબીદા નકવી અને ઉપ પ્રમુખ તરીકે શીવાભાઈ સોલંકી તેમજ કરોબારી ચેરમેન પડે વિવેક મેરની પસંદગી કરાઈ છે 

(1:39 PM IST)