News of Wednesday, 5th March 2025
રાજ્યમાં બે વર્ષમાં ૨૬૫ સિંહ, ૪૫૬ દીપડાનાં મોત
૧૦૨ સિંહ અને ૧૨૬ સિંહબાળનાં કુદરતી મૃત્યુ થયાં છે, જ્યારે ૪૧ સિંહ અને ૧૭ સિંહ બાળનાં અકુદરતી મોત થયાં છે

અમદાવાદઃ વન્ય પ્રાણીઓ અને પર્યાવરણની જાળવણી આપણી નૈતિક જવાબદારી છે. ખાસ કરીને એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે અને આ ગૌરવવંતા સિંહોને જોવા માટે વિશ્વભરમાંથી પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવળત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદે લાયન શો યોજવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઘણી ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર અને વન વિભાગ પણ થોડા ઘણા અંશે એશિયાઇ સિંહો, રમણિય જંગલ તેમજ વારસાને બચાવવા માટે પ્રયત્નશીલ છે અને તેના જ લીધે સિંહોની સંખ્યા વધી છે, પણ સામે હવે છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં ૨૬૫ સિંહ મોત થયાં છે.
રાજ્યના MLA શૈલેશ પરમારના પ્રશ્ન પર સરકારે સિંહનો મળત્યુઆંક વધ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. રાજ્યમાં સિંહ અને સિંહ બાળનાં મળત્યુ ચિંતાજનક વધારો નોંધાયો છે. સિંહ અને સિંહ બાળના મળત્યુઆંક સામે આવ્યા છે. બે વર્ષમાં રાજ્યમાં ૨૬૫ સિંહ અને સિંહબાળનાં મોત થયા છે. ૧૦૨ સિંહ અને ૧૨૬ સિંહબાળનાં કુદરતી મળત્યુ થયાં છે, જ્યારે ૪૧ સિંહ અને ૧૭ સિંહ બાળનાં અકુદરતી મોત થયાં છે. વર્ષ ૨૦૨૩માં ૧૨૧ સિંહ અને સિંહ બાળનાં મોત થયાં હતાં. વર્ષ ૨૦૨૪માં ૧૬૫ સિંહ અને સિંહ બાળનાં મોત થયાં છે.
રાજ્યનાં જંગલોમાં મોટી સંખ્યામાં દીપડાઓનો પણ વસવાટ જોવા મળે છે. રાજ્યમાં બે વર્ષમાં ૪૫૬ દીપડાનાં મોત થયાં છે, જેમાં ૨૦૧ દીપડા અને ૧૦૨ બાળ દીપડાના કુદરતી મોત થયાં છે, જ્યારે ૧૧૫ દીપડા અને ૩૮ બાળ દીપડાનાં અકુદરતી મોત થયાં છે. વર્ષ ૨૦૨૩માં ૨૨૫ તો વર્ષ ૨૦૨૪માં ૨૩૧ દીપડાનાં મોત થયાં હતાં.(૪૦.૫)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
