તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
વિધાનસભા ગૃહની કામગીરી લાઇવ કરવા વિપક્ષની માંગણી: ધારાસભ્યને વીડિયો ફુટેજ પણ આપો
અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યુ હતુ કે, વિધાનસભાની કામગીરીના વીડિયો કેટલાંક ધારાસભ્યને જ આપવામાં આવે છે. બાકીના ધારાસભ્ય માગણી કરે તો પણ વીડિયો મળતા નથી

ગાંધીનગર :વિધાનસભા ગૃહની કામગીરીને લાઇવ કરવા બાબતે વિપક્ષ નેતા અમિત ચાવડાએ અધ્યક્ષને રજૂઆત કરી હતી. કેટલાંક ધારાસભ્યને વિધાનસભા ગૃહની કામગીરીના વીડિયો મળે છે. અન્ય ધારાસભ્ય વીડિયોની માગણી કરે તો પણ આપવામાં આવતા નથી. ધારાસભ્ય ગૃહમાં ઉઠાવતા પ્રશ્ન અને તેની ચર્ચાનો વીડિયો ધારાસભ્યને મળે તેવી માંગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.
અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યુ હતુ કે, વિધાનસભાની કામગીરીના વીડિયો કેટલાંક ધારાસભ્યને જ આપવામાં આવે છે. બાકીના ધારાસભ્ય માગણી કરે તો પણ વીડિયો મળતા નથી. ધારાસભ્યો સાથે વીડિયો બાબતે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. અમારી માગણી છે કે, ધારાસભ્ય પોતાના વિસ્તારના મુદ્દાઓ વિધાનસભામાં ચર્ચા કરતાં હોય છે. આ ચર્ચાના રેકર્ડ થયેલા વીડિયો ધારાસભ્યને મળે જેથી પોતાના મતવિસ્તારમાં રજૂઆત કરતાં વીડિયો લોકો સુધી પહોચી શકે. આથી વિધાનસભા ગૃહની કામગીરી લાઇવ કરવામાં આવે એવી અમારી પહેલા પણ માગણી હતી અને આજે પણ માગણી કરીએ છીએ.
વિપક્ષ નેતા અમિત ચાવડાએ ઉઠાવેલા મુદ્દાનો જવાબ આપતાં વિધાનસભા અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્ય દ્વારા સોશ્યલ મીડીયા પર જે વીડિયો મુકવામાં આવ્યો છે તે પરમીશન મેળવ્યા બાદ વીડિયો આપવામાં આવ્યો હતો. એ વીડિયોનો વિષય પ્રજાહીત માટેનો હતો તેથી આ વીડિયો આપવામાં આવ્યો હતો. બાકી અવનાર અઠવાડિયામાં કામકાજ સલાકારની બેઠકમાં કેવા વીડિયો ધારાસભ્યને આપવા તે ચર્ચા કર્યો બાદ નક્કી કરવામાં આવશે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
