<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

લુણાવાડા તાલુકાના શામણા ગામના કુવામાંથી લાશ મળી આવતા ચકચાર

64 વર્ષીય ગામના જ સ્થાનિક જેઠાભાઈ ધુલાભાઈ વણકર જેઓ રિટાયર્ડ કંડકટર હતા તેમની લાશ ગામના ખેતરના કૂવામાંથી મળી આવતા અનેક શંકાઓ સેવાઈ

મહીસાગરના લુણાવાડા તાલુકાના શામણા ગામના કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

   લુણાવાડા તાલુકાના શામણા ગામની સીમમા આવેલ કુવામાં 64 વર્ષીય આધેડની લાશ જોતા પોલીસને જાણ કરાઈ હતી. ગામના જ સ્થાનિક જેઠાભાઈ ધુલાભાઈ વણકર, જેઓ રિટાયર્ડ કંડકટર હતા તેમની લાશ ગામના ખેતરના કૂવામાંથી મળી આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે

 તાલુકા પોલીસ તેમજ લુણાવાડા ફાયર વિભાગની મદદથી લાશને બહાર કાઢવામાં આવી અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે

 

(9:29 PM IST)