તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ભાજપના રાજમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઝઘડિયાના દમલાઇમાં લોકોને સાથે મળી જનતા રેડ કરી
સાંસદ મનસુખભાઈ વસાવાની જનતા રેડમાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવા પણ જોડાયા:તંત્રના અધિકારીઓની મિલીભગતથી સિલિકા ચોરીનું મોટુ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ

ભરૂચમાં ગેરકાયદે રેતી ખનનના મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ ઝઘડિયાના દમલાઇ ખાતે નાગરિકોની સાથે મળીને જનતા રેડ કરી હતી. સ્થાનિકોને સાથે રાખી જ્યા ગેરકાયદે ખનન થઈ રહ્યાની શંકા હતી તે સ્થળે જનતા રેડ પાડી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાની જનતા રેડમાં, પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવા પણ જોડાયા હતા. તંત્રના અધિકારીઓની મિલીભગતથી સિલિકા ચોરીનું મોટુ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
