<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

વડોદરા;સિધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી રૂપિયા 25 થી 30 હજારની રકમની ચોરી

સમગ્ર ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ : ચોરીની બંને ઘટનામાં એક જ ટોળકી સામેલ

વડોદરા શહેરમાં તસ્કરો આતંક મચાવી રહ્યા છે અને હવે તસ્કરોના આંતકનો શિકાર ખુદ ભગવાન બન્યા છે અને શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર મહાકાળી અને સાઈબાબાના મંદિરને ગત મોડી રાત્રે તસ્કર ટોળકીએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

સિધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી રૂપિયા 25 થી 30 હજારની રકમની ચોરી કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી માં કેદ થઈ છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં હવે ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા તરસાલી વિસ્તારમાં આવેલ 35 વર્ષ જુના સિદ્ધેશ્વર મહાકાળી મહાદેવના મંદિર તેમજ નજીકમાં આવેલા સાઇબાબાના મંદિરે મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા સિદ્ધેશ્વર મહાકાળી મહાદેવના મંદિરના બંધ દરવાજા તોડી મંદિરમાં ઘૂસેલ તસ્કરે મંદિરની દાન પેટી તોડી રૂપિયા 25 થી 30 હજારની દાનની રકમ ચોરી કરી પલાયન થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.

નજીકમાં આવેલા સાઇબાબા મંદિરે ચોરી કરવા પહોંચ્યા હતા જોકે મંદિરની દાન પેટી તોડવામાં ચોર ટોળકીને સફળતા મળી નહીં અને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મંદિર ના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છેચોરીની બંને ઘટનામાં એક જ ટોળકી સામેલ
હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તસ્કરો શહેરના અલકાપુરી જેતપુર રોડ પર આવેલ પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના દિવસે વર્ષમાં માત્ર એકવાર મામલતદાર ની હાજરીમાં ખોલવામાં આવતી દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમ રૂ. 44 હજારની ચોરી કરી પલાયન થઇ ગયા હતા ચોર ટોળકીએ વધુ એકવાર શહેરમાં મંદિરોને નિશાન બનાવ્યા છે ત્યારે શહેર માં હવે ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે

(8:57 PM IST)