<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ વડાલીમાં 1533 રૂપિયા સુધી બોલાયો: જાણો 43 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 43 માર્કેટ યાર્ડમાં કુલ 4,291.11 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 43 માર્કેટ યાર્ડમાં કુલ 4,291.11 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1560 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1470 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1524 રૂ., ઉનાવામાં 1516 રૂ., સિદ્ધપુરમાં 1510 રૂ., વિસનગરમાં 1507 રૂ., જસદણમાં 1500 રૂ., ગોંડલમાં 1461 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,291.11 ટન કપાસની આવક થઇ છે.

(8:17 PM IST)