<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

હવાલાગેંગના ૭ને યુનિવર્સિટી પોલીસે દબોચ્‍યા

ઉઘરાણી માટે પુર્વ ભાગીદારોએ હવાલો આપી અપહરણ કરાવ્‍યું હતું ઝહીરે હવાલો આપનારા અમિત, જેનીશને પંદર લાખ દીધા હોઇ તે પાછા કઢાવવા અને વધારાની રકમની લાલચમાં હવાલો લીધો હતોઃ હજુ એક ઇશોભા દલની શોધખોળ

રાજકોટ. તા.૦૩: યુનિવર્સિટી રોડ પરથી વેપારીનું અપહરણ કરી ઢોરમાર મારવાના ગુનામાં નવો ઘટસ્‍ફોટ થયો હતો.  આરોપી ઝહીર સંઘવાણીએ હવાલો આપનારા બંને શખ્‍સોને ૧૫ લાખ  અગાઉ આપ્‍યા હતાં. આ બંને રકમ આપી શકતા ન હોઇ તેણે પોતાને પુર્વ ભાગીદાર ટીએન રાવ કોલેજ પાસે રહેતાં આનંદભાઇ ગીરધરભાઇ કણસાગરા પાસેથી રૂપિયા લેવાના થતાં હોઇ તેની પાસેથી જ પંદર લાખ કઢાવી લેવા કહેતાં ઝહીર સહિતની ટોળકીએ આનંદભાઇનું અપહરણ કરી બેફામ માર મારી ઉઘરાણી કરી હતી. આ બનાવં આરોપીઓને યુનિવર્સિટી પોલીસે પકડી લીધા હતાં.

પોલીસે હાલ મુખ્‍ય સૂત્રધાર સહિત સાત શખ્‍સોને ઝડપી લીધા છે. જ્‍યારે હજુ એક શખ્‍સ ઈશોભા દલની શોધખોળ થઇ રહી છે. બનાવ અંગે ટી.એન.રાવ કોલેજ સામે નંદભુમી એપાર્ટમેન્‍ટમાં રહેતા આનંદભાઈ ગીરધરભાઈ કણસાગરા (ઉ.વ.૩૯)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે  અમીત પ્રફુલચંદ્ર કાચા, હિરેન ગોરધન ઠૂંમર, જાહિર મહમદરફીક સંધવાણી, સમીર ઉર્ફે ધમો બશીર શેખ, ઇશોભા રિઝવાન દલ (રહે. તમામ રાજકોટ) અને ચાર અજાણ્‍યાં શખ્‍સોના નામ આપી આપ્‍યા હતાં. ભાગીદારીમાં ફેક્‍ટરી ચાલુ કરી હતી અને બાદમાં ભાગીદારી છુટી થતાં અમિત અને જીનેશે પોતાને ૭૫-૭૫ લાખ આપવાના છે તેમ કહી આનંદભાઇ પાસે ઉઘરાણી ચાલુ કરી હતી. પણ આનંદભાઇએ આ રૂપિયા છેલ્લે પેઢી સંભાળનારા સુમીતભાઈ ભીમાણી ચુકવશે એવી કબુલાત કરાવી હતી. આમ છતાં અમિત, જેનીશ સહિતના પોતાના પૈસાની ઉઘરાણી કરતાં હતાં.

છેલ્લે ઉઘરાણીનો હવાલો આપતાં હવાલાગેંગે આનંદભાઇનું અપહરણ કરી રૂખડીયાપરામાં ઢોરના વાડામાં લઇ જઇ મારકુટ કરી હતી. છેલ્લે ધમકી આપી છોડી મુક્‍યો હતો.  યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ. એન. પટેલ અને ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએસઆઈ વી. જી. ડોડીયા અને ટીમ આરોપીને પકડવા પેટ્રોલિંગમાં હતી ત્‍યારે એએસઆઈ જગમાલભાઇ ખટાણા અને હેડકોન્‍સ્‍ટેબલ પ્રતાપસિંહ મોયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે યુનીવર્સિટી રોડ નજીકથી ટીમે આરોપી જાહિર મહમદરફીક સંધવાણી, સમીર ઉર્ફે ધમો બસીર શેખ, નિજામ ઉર્ફે મામો રહીમ સંધવાણી, હિરેન ગોરધન ઠુમ્‍મર અને બે સગીર આરોપીને પકડી કાર્યવાહી કરી હતી.

આરોપીની પૂછતાછમાં જાહિર સંધવાણીએ આરોપી અમિત કાચા અને હિરેન ઠુમ્‍મરને ધંધા માટે રૂ.૧૫ લાખ જે તે સમયે આપ્‍યાં હતાં. જે રૂપીયા ઝહિરે પરત માંગતા બંને શખ્‍સોએ તેમના રૂ.૭૫ લાખ ફરિયાદી આનંદભાઈ પાસે સલવાયા છે તેવી વાત કરી હતી. તેમજ તેનો હવાલો ઝહિરને આપી પોતાના રૂ.૧૫ લાખ તેમાંથી લઈ લેવા અને અલગથી પણ રૂપિયા આપશે તેવી લાલચ આપતાં ઝહીરે ટોળકી રચી અપહરણ કર્યુ હતું. કામગીરી કરનાર ટીમમાં મહિપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, વિરદેવસિંહ, વિજુભા, જીજ્ઞેશભાઇ, વનરાજભાઇ, ગોપાલસિંહ, દિવ્‍યરાજસિંહ સહિતના પણ જોડાયા હતાં

(4:20 PM IST)