<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

માનવ અધિકાર આયોગે ખર્ચના પ૦ હજાર ભરવા આદેશ કર્યા બાદ હુકમ મોકુફ રાખ્‍યો !

ગાંધીધામ નગરપાલીકાએ આપેલા મરણના દાખલા બાબતે ખોટી રજુઆત બદલ અરજદાર સામે એક સમયે માનવ અધિકાર આયોગે લાલ આંખ કરી હતી : સુનાવણી દરમિયાન અરજદારે આત્‍મહત્‍યાની ચિમકી ઉચ્‍ચારતા પોલીસ કાર્યવાહીની સુચના આપવામાં આવી

રાજકોટ, તા., ૩: ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ થયેલી એક રજુઆતની સુનાવણીના અંતે ખોટી રજુઆત બદલ અરજદારને પ૦ હજાર ખર્ચના ચુકવવા આદેશ કરાયા બાદ આ હુકમ મોકુફ રાખવામાં આવ્‍યો હતો. સુનાવણી દરમિયાન અરજદારે આત્‍મહત્‍યા કરી લેવાની ચિમકી ઉચ્‍ચારતા આ બાબતે કાયદાકીય પગલા લેવા કચ્‍છ  (પુર્વ)પોલીસને સુચના આપવામાં આવી હતી.

આ કિસ્‍સાની મળતી માહીતી મુજબ મુંબઈ ખાતે રહેતા નવિન રમણિકલાલ રૂપારેલ દ્વારા પોતાના પિતાનાં મરણના દાખલામાં ગાંધીધામ નગરપાલિકા દ્વારા વર્ષ ૧૯૯૭માં અપાયેલાં પ્રમાણપત્રમાં નામમાં ફેરફાર થયું હોવા બાબતે વર્ષ ૨૦૨૪માં આયોગ સમક્ષ રજૂઆત કરાઈ હતી. આ બાબતની સુનાવણી આયોગના અધ્‍યક્ષ સમક્ષ થઈ હતી. આદરમિયાન સુધારા માટે ૧ વર્ષનો  સમયગાળો નીકળી ગયો છે. ઉપરાંત માત્ર અરજદારની અરજીના આધારે નામમાં ફેરફાર કરવાની સત્તા ગાંધીધામ મનપા અને આયોગની ન હોવા છતાં રજૂઆત કરાઈ છે. ઉપરાંત આ બાબતમાંકોઈમાનવ અધિકારનો ભંગ ન થતો હોવાથી અને ખોટી રજૂઆત થઈ હોવાથી સુનાવણીના અંતે અરજદાર નવીન રૂપારેલને ખર્ચના રૂ. ૫૦ હજાર ભરવાનો આદેશ અધ્‍યક્ષે કર્યો હતો. આ સુનાવણી દરમ્‍યાનજઅરજદારે આયોગ સમક્ષ આત્‍મહત્‍યા કરવાની ચીમકી ઉચ્‍ચારી હોવાના મામલે યોગ્‍ય કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના પણ પૂર્વ કચ્‍છ પોલીસને આયોગે આપી હતી. જોકે હુકમના અંતમાં અરજદારને ખર્ચના જે રૂ. ૫૦ હજાર ભરવાનો હુકમ કરાયો હતો તે હાલના તબક્કે મોકૂફ પણ રાખી દેવામાં આવ્‍યો હતો.

(4:10 PM IST)