તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
સુરતમાં પીએમનો રોડ શોઃ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય નવસારીઃ સુરત દોડી ગયા
મહિલા નેતાગીરી મામલે સંઘના સુચનના પગલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાનની મહિલાઓનાં નવસારીનાં જબરજસ્ત કાર્યક્રમમાં ઉપસ્થિતિનું મહત્વ ખૂબ વધી ગયું : IB વડાનાં કાર્યકાળ તરીકે PM બંદોબસ્તમાં માસ્ટરી ધરાવતા સીપી અનુપમસિંહ ગેહલોત સહિત સિનિયર અધિકારીઓ સાથે માસ્ટર પ્લાન અંગે ચર્ચા સી.આર. પાટીલ અને હર્ષભાઈ સંઘવી પણ સતત ચર્ચાઓ કરી રહ્યા છે : સુરતની વિશાળ આગ અને નુકશાની સહિતની વિગતો નરેન્દ્રભાઇ મેળવે તેવી સંભાવના તંત્ર દ્વારા તડામાર તૈયારી : સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ અને નવસારી એસપી સુશીલ અગ્રવાલ સાથે પણ લોખંડી બંદોબસ્તની રણનીતિની ચર્ચા કરી

રાજકોટ, તા.૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પ્રથમ તબક્કાનો પ્રવાસ આજે પૂર્ણ થવા સાથે તા.૭ અને ૮ નાં રોજ વડાપ્રધાન સુરત અને નવસારીની મુલાકાત લેવા સાથે સુરતમાં રોડ શો હોવાથી રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય સાઉથ ગુજરાતના નવસારી પોહચી રેન્જ વડા પ્રેમવીરસિંહ અને એસપી સુશીલ અગ્રવ સાથે બંદોબસ્ત સ્કિમ અંગે ચર્ચા કરી હતી. આ લખાય છે ત્યારે નવસારી કાર્યક્રમ પૂર્ણ કરી સુરતના લિંબાયતમાં જયા જાહેર સભા યોજાવાની છે તેવા સ્થળનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના સિનિયર અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરનાર છે.
IB વડાનાં કાર્યકાળ અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત PM બંદોબસ્તનાં તમામ પ્રોટોકોલથી વાકેફ છે. જેથી રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનું કાર્ય ઘણું સહેલું બન્યું છે.
ગુજરાતના સુરત - નવસારીની મુલાકાતે આવી રહ્યા છે.
ત્યારે આ કાર્યક્રમો માટે વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત અને નવસારીના કાર્યક્રમ માટે રૂપિયા ૧૪ કરોડના ખર્ચે ૨ વિશેષ ડોમ તૈયાર કરાશે.
સુરતના લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડમાં આગામી ૭મી માર્ચનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન અન્ન સુરક્ષા સંતતિ યોજના હેઠળ શહેર અને જિલ્લાના ૭૫ હજારથી વધુ પરિવારોને નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે. નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર વિશાળ જનસભા માટે ૭ કરોડ ૧૫ લાખના ખર્ચે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓ કેપિટલ સ્કવેરથી મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નિલગીરી સર્કલ સુધી ૩ કિલોમીટરનો મેગા રોડ શો યોજાશે.
જનસભા માટે ૫૩ હજાર ચોરસ મીટર વિસ્તારની જગ્યા પર ૩૮ હજાર ચોરસ મીટરનો ડોમ તૈયાર થશે. લાખોની મેદની PMને આવકારવા ઉમટી પડે તેવો અંદાજ છે.
નવસારીમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત બહેનો માટેના ખૂબ સુંદર કાર્યક્રમ લખપતિ બહેનાં કાર્યક્રમ અંતર્ગત નારી શક્તિને ઉજાગર કરતા આ કાર્યકમમાં બહેનો વિશાળ સંખ્યામાં ઊમટવાની હોવાથી આ બધા કાર્યક્રમો અંતર્ગત કલેક્ટર તંત્ર સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બેઠકોનો દોર સતત ચાલુ છે. મહિલાઓને ભારતીય જનતા પાર્ટી મહત્વ આપે છે, તેવું લોકોમાં અહેસાસ કરાવવા સંઘ દ્વારા પણ સૂચન થયેલ છે, ત્યારે નવસારીનાં કાર્યર્ક્મનું મહત્વ એ સંદર્ભમાં પણ વધી જાય છે. સેકટર વડાઓ, ક્રાઇમ બ્રાન્ચ વડા, ડીસીપી ક્રાઇમ સહિતના ડીસીપી ખૂબ મહત્વની જવાબદારી સુપ્રત થયેલ છે. તમામ sog પીઆઇને વિવિધ વિસ્તારો પર બાજ નજર રાખવા સાથે સંકલનની મહત્વની જવાબદારી pcb પીઆઇ અદા કરી રહ્યા છે. સુરતની વિશાળ આગ અને નુકશાની વિગેરે વિગતો પણ વડાપ્રધાન ચર્ચા કરે તેવી સંભાવના છે.(૬.૧ર)
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
