News of Monday, 3rd March 2025
અમદાવાદમાં કાલથી ૮ મુમુક્ષુઓનો દિક્ષા મહોત્સવ
ગચ્છાધિપતિ પૂ. આ. નિત્યસેનસૂરીશ્વરંજી તથા પૂ. આ. જયરત્નસૂરીજીની નિશ્રા કાલે શોભાયાત્રા, ધર્મસભા, વર્ષીદાન યાત્રા યોજાશે

અમદાવાદ તા.૩: શ્રી સોૈધર્મ બૃહદ તપાગ્છીય થરાદ ત્રિસ્તુતીક જૈન સંઘ દ્વારા ગચ્છાધિપતિ આચાર્ય નિત્યસેનસુરીશ્વરજી, આચાર્ય જયરત્નસુરીજીની નિશ્રામાં આગામી ૪ થી ૬ માર્ચ દરમ્યાન અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે સામૂહિક દિક્ષા મહોત્સવ થશે.
કુલ ૮ દીક્ષાર્થીમાં ૩ મુંબઇના, ર સુરતના જયારે ૧-૧ અમદાવાદ- થરાદ- મધ્યપ્રદેશના છે. દીક્ષાર્થીઓની વયજુથ ૧૯ થી ૨૫ની છે. કાલે સવારે ૯ કલાકે મુમુક્ષુઓની શોભાયાત્રા- સવારે ૧૧ કલાકે ધર્મસભા, બપોરે ર કલાકે વર્ષીદાન યાત્રા યોજાશે. ૬ માર્ચે દીક્ષાથીઓને રજોહરણ પ્રદાન કરાશે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
