તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
જન્મ-મરણનું પ્રમાણપત્ર મેળવવું મોંઘુઃ હવે રૂા. પ ને બદલે રૂા. પ૦ ચુકવવા પડશે
કેન્દ્રના નોટીફીકેશન બાદ રાજય સરકાર દ્વારા નવા દર નક્કી કરાયા : હજુ ગુજરાત સરકારે કોઇ પરિપત્ર કર્યો ન હોય કોર્પોરેશનમાં જુના ચાર્જમાં સર્ટીફીકેટ અપાય છેઃ નવા દર લાગુ થશે તે નક્કી

રાજકોટ, તા. ૩: કેન્દ્ર સરકારના નોટીફિકેશનના પગલે ગુજરાત સરકારે જન્મ-મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ૨૭મી ફેબ્રુઆરીથી નવા દર અમલી બન્યા છે. મળત્યુના પ્રમાણપત્ર માટેની ફી રૂ.૫ થી વધારીને રૂ.૨૦ કરવામાં આવી છે.
જન્મના દાખલા માટે અગાઉની રૂ.૧૦ની ફી વધારીને રૂ.૫૦ કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર, ૩૦ દિવસથી મોડી નોંધણી માટે લેટ ફી રૂ.૧૦થી વધારીને રૂ.૫૦ કરવામાં આવી છે.
જેમાં એક વર્ષથી મોડી નોંધણી માટે રૂ.૧૦૦ની ફી લેવાશે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. પ્રમાણપત્રો હવે ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે. અગાઉ ‘નકલ' શબ્દને બદલે હવે ‘પ્રમાણપત્ર' શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. ખોટી માહિતી આપનાર વ્યક્તિને રૂ.૫૦થી રૂ.૧૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે.
જો કે હજુ ગુજરાત સરકારે કોઈ પરિપત્ર કર્યો ન હોય મનપામાં અમલવારી શરૂ થઇ નથી. પણ વધારો આવશે એ નકકી લાગે છે. રાજય સરકારના હુકમ બાદ જન્મ-મરણ પ્રમાણપત્રની તંત્ર દ્વારા નવા દર લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં જન્મ પ્રમાણપત્રની પ્રથમ પાંચ નકલ નિઃશુલ્ક આપવા ઠરાવ કરી દેવામાં આવ્યો છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
