તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
અમદાવાદના વટવા GIDCના પોલીસ કોન્સ્ટેબલનું પરેડ વેળાએ હૃદય રોગના હુમલાથી મોત : પોલીસ બેડામાં શોકનો માહોલ
પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં હતા, જે દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો

અમદાવાદ શહેરમાં પરેડ દરમિયાન પોલીસ કર્મચારીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ગોમતીપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ પરેડ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.
અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં હતા, જે દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું.
પ્રાથમિક તપાસમાં હૃદય રોગના હુમલાથી તેઓનું મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જોકે આ મામલે ડોક્ટરોની ટીમ દ્વારા પીએમ કરાવ્યા બાદ વધુ માહિતી આપવામાં આવશે. હૃદય રોગના હુમલાના કારણે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમારનું મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોખનો માહોલ જોવા મળ્યો છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
