તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
સિંહના જીવ સાથે સરકાર રમત રમવાનું બંધ કરેઃ ડો. મનિષ દોશીની ગર્જના
સિંહના વસવાટ નજીક આડેધડ બાંધકામની મંજુરી ન આપવી જોઇએઃ છેલ્લા પ વર્ષમાં પપપ એશિયાટીક સિંહો મરણને શરણ

અમદાવાદ, તા. ૩: રેસ્ટોરાં, રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મહાઉસ બનવવાની લાયમાં એશિયાટિક સિંહોના નિવાસસ્થાન નજીક બાંધકામ પ્રોજેક્ટ્સને મંજૂરી આપતા ઠરાવની આકરી ટીકા સાથે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગીરનું જંગલ એશિયાઈ સિંંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. એશિયાટીક સિંહોની છેલ્લી હયાત જંગલી વસ્તી માટે ગીર વિશ્વમાં એકમાત્ર લેન્ડસ્કેપ છે. એક તરફ સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાના નાણાં ફાળવણીની સરકાર જાહેરાતો કરે છે અને બીજી બાજુ ગુજરાતના એશિયાટિક સિંહોના નિવાસસ્થાન નજીક બાંધકામ માટેના વર્ષ ૨૦૧૫ માર્ગદર્શિકામાં સરકાર દ્વારા સુધારો કરી અમુક મળતિયાઓને રેસ્ટોરાં, રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મહાઉસ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ, ગેરકાયદેસર ખાણ ખનન માટે જમીન પધરાવી દેવા જેવી નુકસાનકારક કામગીરી કરે છે.
ગુજરાત રાજ્યની ઓળખ સમા એશિયાટીક સિંહોના જીવ સાથે ભાજપ સરકાર રમત કરવાનું બંધ કરે. અણઘડ સુધારાથી વન્યજીવો અને સંરક્ષિત જંગલ વિસ્તારના નુકસાન થશે તો કોણ જવાબદાર? નવું બાંધકામ વન્યજીવન કોરિડોરને અવરોધિત કરશે. જે માનવ-પ્રાણી તકરારમાં વધારો કરશે અને સિંહોના નિવાસસ્થાનોને ખંડિત કરશે, સિંહોની લડાઈ, સિહોના અન્ય પાલતું જીવો પર હુમલા સહિતની ઘટનાઓમાં વધારો થશે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૫૫ એશિયાટીક સિંહોના મળત્યુ થયા, ગુજરાતમા દર વર્ષે સરેરાશ ૧૧૦થી વધુ એશિયાટીક સિંહોના મળત્યુ થાય છે. વર્ષ ૨૦૧૯માં ૧૧૩, વર્ષ ૨૦૨૦માં ૧૨૪, વર્ષ ૨૦૨૧માં ૧૦૫, વર્ષ ૨૦૨૨મા ૧૧૦ અને વર્ષ ૨૦૨૩માં ૧૦૩ સિંહોના મોત થયા હતા. તેમ મનિષ દોશી જણાવે છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
