તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd March 2025
અમદાવાદના સરખેજ-મહંમદપુરા રોડ પર પોલીસે કેફેમાં ચાલતુ હુક્કાબાર ઝડપ્યું
જૂદા-જૂદા હર્બલ ફ્લેવરના બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના હુક્કા ગ્રાહકોને પીવડાવવામાં આવતા

અમદાવાદમાં ફરી શરૂ થયેલા હુક્કબારો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરુપે અમદાવાદ પોલીસની પીસીબી સ્ક્વોડ દ્વારા સરખેજ-મહંમદપુરા રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે બ્રુરોસ્ટ કેફેમાં દરોડો પાડ્યો હતો અને ગેરકાયદે હુક્કાબાર ઝડપી પાડ્યું હતું. જ્યાં જૂદા-જૂદા હર્બલ ફ્લેવરના બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના હુક્કા ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા. પોલીસે 47,208નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સરખેજ-મહંમદપુરા રોડ પર બ્રુ રોસ્ટ કેફે આવ્યું છે. આ કેફેના સંચાલક અને મેનેજ દ્વારા બહારથી માણસો બોલાવીને ગેરકાયેદસર હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં જૂદા-જૂદા ફ્લેવરના બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના હુક્કા ભરીને ગ્રાહકને પીવડાવવામાં આવી રહ્યાં છે. બાતમીના આધરે અમદાવાદ શહેર પોલીસની પીસીબી સ્ક્વોડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પીસીબીને હુક્કાબારમાંથી હુક્કા અને ફ્લેવર્સના પેકેટ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ જે ફ્લેવર્સ મળી આવ્યા છે તે હર્બલવાળા છેકે પછી નિકોટીનયુક્ત તેની તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે કુલ 47,208 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
