તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd March 2025
અમદાવાદ કોર્પોરેશન દ્વારા ર૦ દિવસમાં ૧૬૯ નમુના લેવાયાઃ ૭ સેપ્લ નાપાસ
ખાણીપીણીના ૪૪૧ એકમોને નોટીસઃ વેજીટેબલ ફેટ, નોન પરમીટેડ કલર પકડાયા

અમદાવાદઃ શહેરમાં છેલ્લા 20 દિવસમાં જ AMC દ્વારા 169 જેટલા વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલમાં બરફીમાં વાળ મળ્યા હતા, તો પનીરમાં વેજિટેબલ ફેટ હોવાનું સામે આવ્યું હતું, વેજિટેબલ ફેટ હાર્ટ માટે જોખમી ગણાતું હોય છે. સાથે ફ્રાયમ્સ-ચવાણામાં નોન પરમિટેડ કલર જોવા મળ્યો હતો.
શહેરમાં દૂધ અને દૂધની બનાવટોમાં 24, સ્વીટ્સના 2, બેકરી પ્રોડક્ટના 2, નમકીનના 12, ખાદ્યતેલના 12, મેંદો બેસનના 6, મસાલાના 40, અન્ય 71 સેમ્પલ મળી 169 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે 441 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.
જેમાં શ્રી બાણેશ્વરી ડેરી એન્ડ પાર્લર,અસારવા પનીર સબ સ્ટાન્ડર્ડ
શિવશક્તિ ચવાણા વિરાટનગર માવા બરફી અનસેફ
મહાલક્ષ્મી ડેરી, સાબરમતી પનીર અનસેફ
શ્રી ગટોડ પરોઠા હાઉસ, જોધપુર પનીર સબ સ્ટાન્ડર્ડ
શ્રીજી ભાજીપાંઉ એન્ડ પુલાવ, જોધપુર પનીર સબ સ્ટાન્ડર્ડ
શ્રી આંબેશ્વર પ્રોવિઝન સ્ટોર્સ, વેજલપુર ફ્રાયમ્સ અનસેફ
આંબેશ્વર ચવાણા, વેજલપુર લસણ ચવાણું સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
