<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી :તમામ નગર પાલિકાને પ્રમુખ મળશે અને જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે

તારીખ 25 ,26 ,27 ત્રણ દિવસ ચાલશે પસંદગીની કાર્યવાહી:શનિવાર અને રવિવારે મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ભાજપે જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ 66 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્યારે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપે જીતેલા સભ્યોમાંથી પ્રમુખની પસંદગીને લઈને કવાયત હાથ ધરી છે.ત્યારે રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. જેમાં જુનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી થશે.

   રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. તેમના દ્વારા આજથી ત્રણ દિવસ એટલે કે, તારીખ 25 ,26 ,27 ત્રણ દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે અને તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. અને 1માર્ચ બાદ તમામ પાલિકાને તમામ પાલિકાને પ્રમુખ મળશે અને આ સાથે જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે

(11:55 PM IST)