તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
પ્રધાનપુત્રે માર માર્યાની ઘટનામાં મોડાસામાં 6 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ફરિયાદ.

ગુજરાત સરકારના પ્રધાન ભીખુસિંહ પરમારના પુત્રે, જાહેરમાં એક વ્યક્તિને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ અંગે રાજ્ય સરકારના પ્રધાન ભીખુસિંહ પરમારને પુછવામાં આવતા તેમણે કઈ પણ કહ્યું નહોતું. જો કે આ ઘટનામાં આખરે 6 આરોપીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. રણજીતસિંહ પરમાર , કિરણસિંહ પરમાર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ નોંધાવી છે ફરિયાદ.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
