<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સુરતના વેલંજા વિસ્તારમાં યુવાનની ચપ્પુના ઘા ઝીંકી ક્રૂર હત્યા:10 આરોપીઓની ધરપકડ

અંબા વીલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો:પાંચ જેટલા લોકો સોસાયટીની બહાર બેઠા હતા તે દરમિયાન અજાણ્યા શખ્શોએ હુમલાને અંજામ આપ્યો

સુરતના વેલંજા વિસ્તારમાં એક યુવકની ચપ્પુ ના ઘા મારી હત્યા કરવામાં આવી છે. અંબા વીલા સોસાયટીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો. પાંચ જેટલા લોકો સોસાયટીની બહાર બેઠા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ આ હુમલાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મૃતકનું નામ પારસ વેકરીયા હોવાનું સામે આવ્યું છે. ઉતરાણ પોલીસે સમગ્ર મામલે 10 આરોપીઓને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે

(7:47 PM IST)