News of Tuesday, 25th February 2025
પાલનપુરમા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અંકીતા ઓઝાને 3 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા
ACBએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા

પાલનપુરમાં નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી અંકિતા ઓઝાને ACBએ રંગે હાથે લાંચ લેતા પકડ્યા છે. ક્લાસ વન ઓફિસર સામે ટ્રેપ કરવા ગાંધીનગરથી ACBની ટીમ પાલનપુર પહોંચી હતી.
ACBએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે
બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવેલ. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સારૂ લાંચ માંગી હતી
ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવેલ. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ.૧,૫૦,૦૦૦/- લેખે બે મકાનના રૂ.૩,૦૦,૦૦૦/- લાંચની માંગણી આરોપી ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીના કહેવાથી આરોપી નાયબ કલેકટર અંકિતા ઓઝાઓએ કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અંકીતા ઓઝાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી તે નાણાં આરોપી નં.૨ નાઓને તેમના ચેમ્બરમાં આપી, બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કર્યો હતો
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
