તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
ચાંપાનેર-સમલાયા રેલવે સ્ટેશન વચ્ચે મુંબઈ આવતી દહેરાદૂન એક્સપ્રેસના જનરલ કોચમાં આગ ભભૂકી
ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો: ભયના માર્યા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી આવ્યા

પંચમહાલના ચાંપાનેર-સમલાયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. મુંબઈ તરફ જતી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમા બની આગની ઘટના ઘટી છે. આગની ઘટનાને પગલે ટ્રેનને રસ્તામા જ થોભાવી દેવામાં આવી હતી. ટ્રેનમાં ઉપલબ્ધ ફાયર ઉપકારણોની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો હતો.
બનાવને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભયના માર્યા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી આવ્યા હતા. ટ્રેનને સમલાયા રેલવે સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી હતી. બનાવને પગલે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સમલાયા દોડી આવી છે
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
