તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ મુદે વિધાનસભામાં ગોકીરોઃ વિપક્ષી વોકઆઉટ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. રપઃ આજે વિધાનસભામાં આદિવાસી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃતિ અંગેના પ્રશ્નની ચર્ચા વખતે વિપક્ષને સરકારની કાર્યવાહીથી અસંતોષ થતા કોંગ્રેસે સુત્રોચ્ચાર કરી ગૃહત્યાગ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થવા મુદ્દે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિધાનસભામાં ભારે હંગામા બાદ વિપક્ષના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું છે. શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ થશે કે કેમ તે અંગે ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો. શિક્ષણ મંત્રીએ યોગ્ય જવાબ ન આપ્યાના આક્ષેપ સાથે ગૃહમાં હંગામો થયો હતો.
ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ વેલમાં ધસી આવ્યા હતા. ઋષિકેશ પટેલે તમામ ૪ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી અધ્યક્ષે તમામ ૪ સભ્યોને બહાર કાઢવાની સૂચના આપી હતી. વિપક્ષે સરકાર સામે વોકઆઉટ કર્યા હતો.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
