<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

ડ્રાઇવરને આખો દિવસ બેસાડી રાખ્યો છતા ચાંગોદર પોલીસે ફરિયાદ ન લીધી: દેવાયત ખવડનો આરોપ

હુમલો કરીને કાર અને 5 લાખ રોકડ ટોળકીએ જપ્ત કર્યા હોવાનો તથા પોલીસે ફરિયાદ ન લીધી

અમદાવાદ : કાર પર હુમલા અંગે લોકકલાકાર દેવાયત ખવડ અને તેમના ડ્રાઇવરની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. દેવાયત ખવડે ચાંગોદાર પોલીસ સ્ટેશનમાં પોતાના ડ્રાઇવરને આખો દિવસ બેસાડી રાખવામાં આવ્યા છતા ચાંગોદર પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ મુક્યો છે

 . કારના કાચ તોડી ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું છે. જ્યારે તેમના ડ્રાઇવર કાનભાઇએ પણ સનાથલ ભગવત સિંહને ત્યાં ડાયરો હતો. રસ્તામાં ભગવતસિંહ,રામભાઈ, ધ્રુવરાજસિંહ અને બ્રિજરાજસિંહ સહિતના શખ્શોએ ગાળાગાળી કરી હતી તથા હુમલો કરીને કાર અને 5 લાખ રોકડ ટોળકીએ જપ્ત કર્યા હોવાનો તથા પોલીસે ફરિયાદ ન લીધી હોવનો સુર પુરાવ્યો હતો.

 


 

(10:42 PM IST)