News of Saturday, 22nd February 2025
રાજ્યમાં લઘુત્તમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમાં ફેરફાર થશે:ગરમીનો શહેરીજનોએ અનુભવ કરવો પડશે
સૌરાષ્ટ્રમાં દિવસ દરમ્યાન તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નથી: ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન સામાન્ય ઊંચું રહી શકે

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ તાપમાનમાં અંશતઃ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. તેમજ દિવસ અને રાતનાં તાપમાનમાં સામાન્ય ફેરફારો જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં લઘુત્તમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમાં ફેરફાર થશે. તેમજ બપોરનાં સમયે ગરમીનો શહેરીજનોએ અનુભવ કરવો પડશે. ઉનાળો શરૂ થયો નથી.
ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ તા. 21 થી આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર ન હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી કે રાજ્યમાં તાપમાન સુકૂ રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં દિવસ દરમ્યાન તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન સામાન્ય ઊંચું રહી શકે છે. તેમજ રાજ્યનાં કેટલાક ભાગોમાં તાપમાનમાં સામાન્ય ફેરફાર થઈ શકે છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
