<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

રાજ્યના છુટાછવાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે

રાજ્યના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે

અમદાવાદ : હવામાનના જાણકાર અંબાલાલ પટેલે, ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતાઓ વર્ણાવી છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શકાયાતો વર્ણાવી છે. 

 રાજ્યના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના છુટાછવાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચ મહિનાથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે.

(8:37 PM IST)