<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

વડોદરા પાલિકા આગામી 5 માર્ચથી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા કામગીરી કરશે

જો મગર સહિતના જળચર પ્રાણીઓ નીકળે તો તેને આજવા અને સયાજીબાગ ખાતે સ્થળાંતર કરાશે

વડોદરા શહેરમાં જુલાઈ અને ઓગસ્ટમાં આવેલા પૂરમાં લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ પુર નિયંત્રણના આયોજન માટે રાજ્ય સરકારે એક કમિટીનું ગઠન કર્યું હતું. કમિટિએ પૂર નિવારણ અંગેનો રિપોર્ટ સબમિટ કર્યો છે. એટલે હવે પાલિકા આગામી 5 માર્ચથી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરશે. જેને લઈને માટી કાઢીને તેને ખાલી કરવાની જગ્યા પણ નક્કી છે. 

 જો મગર સહિતના જળચર પ્રાણીઓ નીકળે તો તેને આજવા અને સયાજીબાગ ખાતે સ્થળાંતર કરાશે. પ્રાણીઓને રેસક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગના વિભાગની ટીમ, વોલિયન્ટર્સ સહિત તબીબોને સાથે રાખવામાં આવશે

 


 

(8:30 PM IST)