તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે જોડતોડની રાજનીતિ શરૂ: ભાજપના 10 સભ્યો 8 અપક્ષોને લઈને ભૂગર્ભમા ઉતર્યા !!
ભાજપના 17માંથી 10 સભ્યોએ જીલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારને પત્ર લખ્યો જેમાં ભાજપ 10 સભ્યોએ 8 અપક્ષો સાથે મળી પ્રમુખ પદની માંગ

દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ સામે આવી રહ્યા છે. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે જોડતોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે. ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈને ભૂગર્ભમા ઉતર્યા હોવાની માહિતી મળી રહી છે.
ઝાલોદમાં ભાજપના 17માંથી 10 સભ્યોએ જીલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારને પત્ર લખ્યો હતો. જેમાં તેમના દ્વારા ભાજપ 10 સભ્યોએ 8 અપક્ષો સાથે મળી પ્રમુખ પદની માંગ કરવામાં આવી હતી. ભાજપના 10 સભ્યો સહિતનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર વાયરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
