તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 22nd February 2025
આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગનો કહેર : રોગચાળો ફેલાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા
ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભેગા થઇ જતા રોગચાળો ફાટી નીકળ્યો: આરોગ્યની 10 ટિમ ધર્મજમાં પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી: પીવાના પાણીની લાઈનમાં ચાર લીકેજ મળી આવ્યા

આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગનો કહેર વર્તાઈ રહ્યો છે. ધર્મજ ગામમાં રોગચાળો ફેલાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા છે.
ધર્મજમાં ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભેગા થઇ જતા રોગચાળો ફાટી નીકળ્યો છે. આ બાબતની જાણ પેટલાદ આરોગ્ય વિભાગને થતાં આરોગ્યની 10 ટિમ ધર્મજમાં પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી છે. ગામમાં પીવાના પાણીની લાઈનમાં ચાર લીકેજ મળી આવ્યા. એક લીકેજ રીપેર કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 13 દર્દીઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. હાલ કેટલાક દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તમામ રિપોર્ટ કમળાના હોવાનું જાણવા મળ્યું છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
