<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

સરકારી અધિકારીઓને કાયદાનો ખ્યાલ ના હોય તો ક્લાસ આપી કાયદો શીખવાડો, હાઈકોર્ટની સરકારને ગંભીર ટકોર

રાજ્યનાં અધિકારીઓએ કોર્ટના હુકમનું પાલન ન કર્યું હોય તેવુ હાઇકોર્ટે અવલોકન કર્યું છે. તમામ અધિકારીઓને હાઇકોર્ટની ગરિમા જાળવવા કોર્ટનો મૌખિક આદેશ કર્યો

અમદાવાદ : રાજ્યમાં હાઇકોર્ટ પ્રત્યેનાં અધિકારીઓ વલણ સામે હાઇકોર્ટે સખ્ત નારાજગી વ્યકત કરી છે. ક્લાસ- 1 થી લઈને અનેક કેડરના અધિકારીઓ હાઇકોર્ટના હુકમનું ધરાર અપમાન કરતા હોય તેવું હાઇકોર્ટનું મૌખિક અવલોકન. માત્ર ફેબ્રુઆરી માસમાં 10 વધુ બનાવ સામે આવ્યા છે જેમાં રાજ્યનાં અધિકારીઓએ કોર્ટના હુકમનું પાલન ન કર્યું હોય તેવુ હાઇકોર્ટે અવલોકન કર્યું છે. તમામ અધિકારીઓને હાઇકોર્ટની ગરિમા જાળવવા કોર્ટનો મૌખિક આદેશ કર્યો છે. હાઇકોર્ટનું રાજ્ય સરકારને સૂચન, જો અધિકારીઓને કાયદા ખ્યાલ ન હોય તો ક્લાસ આપી કાયદા શીખવાડો.

(1:14 PM IST)