તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
કાલે ભારત પાકિસ્તાન મેચ દુબઈ માઃ સુરતમાં પોલીસ ઊંધા માથે
આઇબી વડાનાં અનુભવ આધારે ભૂતકાળનું પુનરાવર્તન થતું રોકવા સાથે પીએમનાં આગમન કારણે સીપી અનુપમસિહ ગેહલોત કોઈ જોખમ લેવા માગતા નથી

સ્થાનિક પોલીસ સાથે તમામ બ્રાન્ચ મેદાને ડીસીપી ભાવેશ રોજિયા, ડીસીપી રાજદીપસિહ નેકુમને વિશેષ જવાબદારી.પીસીબી પીઆઇ આર એસ સુવેરા દર કલાકે પોલીસ કમિશ્નરને ઓલ્સ વેલ્સ રિપોર્ટ આપશેઃ અશોક ચોધરી, અતુલ સોનારા, તુષાર પંડિયાંને વિવિધ વિસ્તારો સુપ્રત
રાજકોટ તા.રરઃ દુબઇ ખાતે કાલે રમાનાર ભારત પાકિસ્તાન મેચ નિહાળવા વિવિધ વિસ્તારોમાં લોકો સામૂહિક રીતે એકઠા થવાના છે , વડોદરા માફક સુરતમાં પણ ભારત પાકિસ્તાન મેચ વચ્ચે ભૂતકાળમાં કોમી શાંતિ ડહોળાઈ ગયાની ઘટનાઓ ઘટી છે, આઇબી વડાનાં કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ શહેર જિલ્લાની ખાસિયત જાણવા અને તે બાબતે હાલના સુરત સીપી દ્વારા આવી બાબત પ્રકાશમાં આવેલ.
પોલીસનું આકરું વલણ જોતા હાલમાં શાંતિ ડહોળવાનો કોઈ પ્રયત્ન ન કરે પણ ક્રિકેટ અને ધાર્મિક પ્રસંગે અને ખાસ કરી ભારત પાકિસ્તાન મેચ વચ્ચેના મેચ વખતની સ્થિતિથી ખૂબ પરિચિત હોય શહેરનાં વિવિધ વિસ્તાર અને ખાસ કોમી સવેનદન શિલ વિસ્તારમાં પોલીસ રાઉન્ડ ધ કલોક વ્યવસ્થા ગોઠવી સેકટર વડા અને ડીસીપીને જવાબદારી સાથે પોતાને ડે ટુ ડે ના રિપોર્ટ મોકલવા આદેશ આપ્યો છે .પીસીબી પીઆઇ આર.એસ સુવરા ઓલ્સ વેલ રિપોર્ટ એક એક કલાકે મેળવી સીપીને સતત જાણકારી આપશે.
અત્રે એ યાદ રહે કે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુરત નવસારી આવે છે તે સંદર્ભે સાવચેતીના પગલાં સાથે આ બાબતે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. અમુક વિસ્તારમાં લોકો પ્રોજેક્ટર મૂકી મેચ સાથે નિહાળવાના હોવાથી ઉતેજના કંટ્રોલમાં રહે તે માટે આવા વિસ્તારના લોકોને ઓળખી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તનાં માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયા અને રાજદીપસિહ નકુમને વિશેષ જવાબદારી આપવામાં આવી છે. ડીસીબી તમામ પીઆઇ, એસઓજીનાં પીઆઇ અશોક ચોધરી, અતુલ સોનારા, પીઆઇ તુષાર પંડીયા ટીમ પણ મેદાને ઉતારવામાં આવી છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
