News of Wednesday, 19th February 2025
સુરતમાં એક સાથે 700થી વધુ પોલીસકર્મીઓને બદલીના આદેશ અપાયા
711 જેટલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASIની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચા: ટ્રાફિક શાખાના કર્મીઓની સૌથી વધુ બદલી કરાઈ

સુરતમાં એક સાથે 700થી વધુ પોલીસકર્મીઓને બદલીના આદેશ અપાયા છે. 711 જેટલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASIની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે . જેમાં પણ ટ્રાફિક શાખાના કર્મીઓની સૌથી વધુ બદલી કરાઈ છે.
શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 700 પોલીસ કર્મીઓને બદલીના આદેશ આપ્યા છે. ટ્રાફિક શાખાના કર્મીઓની જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
