તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
RTE હેઠળ બાળકના શાળા પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખો જાહેર
૨૮ ફેબ્રુઆરીથી RTEમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે. RTE હેઠળ ૨૮ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.

અમદાવાદ :RTE હેઠળ બાળકના શાળા પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખો જાહેર કરવામાં આવી છે. RTE હેઠળ ગરીબ બાળકો વિનામૂલ્યે ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે. જેના માટે ૨૮ ફેબ્રુઆરીથી RTEમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે. RTE હેઠળ ૨૮ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિનામૂલ્યે ગરીબ બાળકો ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાય છે. આ ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
