તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
રાજયમાં ડુંગળીનો ઉંચો ભાવ અમદાવાદ અને ખંભાતમાં 760 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 25 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 8,575.46 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 8,575.46 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 760 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 500 રૂ. અને નીચો ભાવ 160 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભુજમાં 700 રૂ., અંકલેશ્વરમાં 680 રૂ., સુરતમાં 650 રૂ., મહેસાણામાં 640 રૂ., મોરબીમાં 600 રૂ., ગોંડલમાં 556 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,575.46 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
