તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Wednesday, 19th February 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4795 રૂપિયા બોલાયો : જાણો અન્ય 21 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 895.76 ટન જીરાની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 895.76 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4795 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3200 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત હળવદમાં 4210 રૂ., ધ્રાંગધ્રામાં 4200 રૂ., રાજકોટમાં 4180 રૂ., ગોંડલમાં 4121 રૂ., બોટાદમાં 4100 રૂ., સમી 4085 રૂ., અમરેલીમાં 4070 રૂ., જસદણમાં 4050 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 895.76 ટન આવક થઇ છે.


(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
