<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ગાંધીનગરમાં વિરમગામથી આવેલા ખેડૂતોનું ડાંગર ખરીદી મુદ્દે વિરોધ પ્રદર્શન :તમામ વિરોધકર્તા ખેડૂતોની અટકાયત

ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોંચી બજેટ સત્રના પ્રથમ દિવસે જ ડાંગર પકવતા ખેડૂતોએ વિરોધ કર્યો ન્યાય અપાવવાની માંગ સાથે ખેડૂતો ભારે વિરોધ કર્યો

 

ગાંધીનગરમાં વિરમગામથી આવેલા ખેડૂતોએ ડાંગર ખરીદી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોચ્યા હતા. વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ ડાંગર પકવતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ડાંગર પકવતા ખેડૂતો વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા.

 વિરમગામમા તા.20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર-2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીમાં રૂ.3.76 કરોડનું કૌભાંડ થયું હતું. તમામ વિરોધકર્તા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. ધારાસભ્ય હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હાર્દિક પટેલ હાય હાય ના નારા પણ લગાવ્યા હતા. ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે ખેડૂતો ભારે વિરોધ કર્યો હતો.

 



 

(7:12 PM IST)