તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળામાં દારુડિયાઓનો ત્રાસ : પોલીસને કાર્યવાહી કરવા આચાર્યે કરી લેખિત રજૂઆત
રાતના સમયે દારૂની મહેફિલ થતી હોવાને લઈ શિક્ષકો પરેશાન: રાત્રે શાળાના મેદાનમાં વ્યસન કરી બોટલો ફેંકી દેવાય છે

મહેસાણાના બહુચરાજીની સરકારી શાળામાં નશાખોર દારૂડિયાઓનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. શાળાના આચાર્યએ પોલીસ અને સંબંધિત વિભાગને લેખિત રજૂઆત કરી છે.
બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળાની પરેશાની અંગે પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રાતના સમયે દારૂની મહેફિલ થતી હોવાને લઈ શિક્ષકો પરેશાન છે. મુખ્ય શિક્ષક દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને પત્ર લખી રજૂઆત કરી છે . શાળાના મેદાનમાં અજાણ્યા શખ્શો કેફી પીણું પીતા હોવાની હકીકત સામે આવી છે. રાત્રે શાળાના મેદાનમાં વ્યસન કરી બોટલો ફેંકી દેવાય છે. તાલુકા શિક્ષણ અધિકારી એ પણ આ મુદ્દે પોલીસ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
