<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાનો શાસનકાળ સુવર્ણકાળ

વિધાનસભા સત્ર પ્રારંભે રાજયપાલનું ઉદબોધનઃ પ્રજાજનો માટે સુખાકારીના નિર્ણયોની પ્રશંસા વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયારઃ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આપણું ગુજરાત મોડેલ સ્‍ટેટ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૯ :.. આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પ્રારંભે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવેલ કે ‘ગુજરાત' શબ્‍દ કાને પડતાં જ વિકાસનો નકશો આપણા માનસપટ પર અંકિત થઈ જાય છે. ગુજરાતના આટલાં વર્ષના ઇતિહાસમાં છેલ્લાં અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણકાળ તરીકે લોકહૃદયમાં અંકિત થઈ ગયો છે. આ સફર આજે પણ એટલી જ ત્‍વરિત રીતે આગળ વધી રહી છે. રાજ્‍યમાં નરી આંખે દેખાતો વિકાસ, સામાન્‍યજનને સુખ-શાંતિ સમળદ્ધિ અને સલામતીની અનુભૂતિ, તથા શાસનની સંવેદનશીલતા અને પારદર્શિતા આ બધું જ ગુજરાતે જોયું, જાણ્‍યું અને અનુભવ્‍યું છે.

ભારતના બંધારણના અંગીકરણને ૭૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણને માત્ર પુસ્‍તક સ્‍વરૂપે ન જોતા તેના રાષ્‍ટ્રહિત સર્વોપરિના ભાવને આપણી જીવન શૈલી બનાવીએ. આ વર્ષે આ પ્રસંગના સંદર્ભમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી હમારા સંવિધાન, હમારા સ્‍વાભિમાન,  થીમ સાથે અમળતકાળનો આ બંધારણ દિવસ દેશભરમાં ઉજવાયો હતો. બંધારણના નિર્માણ અને સ્‍વીકારમાં ડો. બાબા સાહેબ આંબેડકરના અમૂલ્‍ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુન્‍શી અને હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓના પ્રદાનનું પણ હું સ્‍મરણ કરુ છું.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સરદાર સાહેબના  એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્‍વપ્નને સાકાર કરવાનો સફળ પ્રયત્‍ન કરી રહ્યા છે. સરદાર સાહેબની ૧૫૦મી જન્‍મજયંતીની સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે.

સરકાર કે શાસનના કેન્‍દ્રમાં જનહિત હોવું જોઈએ. જનહિતને ધ્‍યાનમાં રાખીને જે શાસન પદ્ધતિ કાર્યરત હોય તેને જ સાચા અર્થમાં સુશાસન ગણી શકાય. પૂર્વ વડાપ્રધાન ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીના જન્‍મ દિવસ ૨૫ ડિસેમ્‍બરને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૪નો સુશાસન દિવસ જનસેવા, જનકલ્‍યાણ અને રોજગાર અવસરનો ઉત્‍સવ બન્‍યો હતો. સુશાસન દિવસથી પ્રજાહિતની યોજનાઓ અને લોકોપયોગી સુવિધાઓમાં ટેકનોલાજીના વ્‍યાપક ઉપયોગની વિવિધ નવી પહેલો તથા પ્રકલ્‍પોનો પ્રારંભ કરવામાં આવ્‍યો. આ પ્રસંગે સુશાસનની સુવાસ પ્રસરાવતા જનહિતલક્ષી નિર્ણયો લેવાયા, જેમાં ગુજરાતને ટેક્રોલાજી ડ્રિવન ગવર્નન્‍સ અને સામાજિક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ ટાસ્‍કફોર્સની રચના કરવામાં આવી છે.

રાજયપાલે જણાવેલ કે, ‘વિકસિત ભારત' માટે ‘વિકસિત ગુજરાત'ના ધ્‍યેય મંત્ર સાથે રાજ્‍ય સરકારે વિકસિત ગુજરાતક્‍૨૦૪૭ડાયનેમિક ડોકયુમેન્‍ટ- રોડમેપ તૈયાર કર્યો છે. ર્અનિંગ વેલ અને લિવિંગ વેલ એમ બે મુખ્‍ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્‍યના લોકોનું જીવન સ્‍તર સુગમ અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમળદ્ધિને અર્થવ્‍યવસ્‍થામાં સહભાગી બનાવવાના લક્ષ્યો સાથે રાજ્‍ય સરકાર આગળ વધી રહી છે. આ લક્ષ્યો સુઆયોજિત અને સુવ્‍યવસ્‍થિત રીતે સિદ્ધ કરવા માટે તેમજ લાંબા ગાળાની નીતિ અને વ્‍યૂહરચના ઘડવા માટેની થિન્‍ક ટેન્‍ક તરીકે ગુજરાત રાજ્‍ય ઈન્‍સ્‍ટિટયુશન કોર ટ્રાન્‍ફોર્મેશન - GRIT(ગ્રીટ)ની સ્‍થાપના કરવામાં આવી છે.

ભારતનાં અનેક પ્રવાસન સ્‍થળો પૈકી ભૂજમાં આવેલ સ્‍મળતિવન ભૂકંપ મેમોરિયલ મ્‍યુઝિયમ અનેક પડકારો સામે લડવાની કચ્‍છની ખુમારીના દર્શન કરાવે છે. આ મ્‍યુઝિયમ આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે તથા રાખમાંથી ફરી બેઠા થવાની કીર્તિગાથા રજૂ કરતો એક જીવંત દસ્‍તાવેજ છે. સ્‍મળતિવન મ્‍યુઝિયમને તેના ઇન્‍ટિરિયર્સ માટે યુનેસ્‍કોનું પ્રતિષ્ઠિત પ્રિક્‍સ વર્સેઇલ્‍સ ૨૦૨૪ વર્લ્‍ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્‍યું છે. આ એવોર્ડ થકી ભુજના આ સ્‍મળતિવન ભૂકંપ મેમોરિયલ મ્‍યુઝિયમને ૨૦૨૪માં વિશ્વના ૭ સૌથી સુંદર મ્‍યુઝિયમ્‍સની યાદીમાં સ્‍થાન મળ્‍યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મસ્‍થળ વડનગરમાં પુરાતન નગરીના પુરાતત્ત્વીય વારસાને ઉજાગર કરતું આર્કિયોલોજિકલ એક્‍સપિરિયન્‍સલ મ્‍યુઝિયમનું લોકાર્પણ કેન્‍દ્રીય ગળહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્‍તે કરવામાં આવેલ છે. વડનગરનું મ્‍યુઝિયમ વડનગરની માત્ર પુરાતન સંસ્‍કળતિ જ નહીં, પરંતુ વ્‍યાપાર, નગરરચના, શિક્ષા અને શાસન-વ્‍યવસ્‍થાના યોગદાનને પણ ઉજાગર કરે છે. આ મ્‍યુઝિયમે વડનગરની અઢી હજાર વર્ષની યાત્રાને જીવંત કરવાનું કામ કર્યું છે. માન. વડાપ્રધાનશ્રીએ વડનગરની જે શાળામાં અભ્‍યાસ કર્યો હતો, તે શાળાને પ્રેરણા સ્‍કૂલ ઓફ એક્‍સપિરિયન્‍સલ ર્લનિંગ (પ્રેરણા કેન્‍દ્ર) તરીકે વિકસિત કરવામાં આવી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહયું કે, પ્રકળતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકળતિક ખેતી. પ્રાકળતિક-ખેતી આજના સમયની માંગ છે. પ્રકળતિને ખીલવતી પ્રાકળતિક ખેતી અપનાવી અનેક ખેડૂતહૈયાં હરખાઈ રહ્યાં છે અને મબલખ આવક મેળવી રહ્યા છે.

રાસાયણિક ખેતીથી મુરઝાયેલી ધરતીમાતાને પણ હવે પ્રાકળતિક ખેતીથી નિરાંતનો શ્વાસ મળ્‍યો છે. પ્રાકળતિક ખેતીને ટોચ અગ્રતા આપીને યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભારતની ઉજ્જવળ આવતીકાલ માટે પર્યાવરણ, પ્રકળતિ અને સમગ્ર માનવજાતની ચિંતા કરી છે. તેમના આ નિર્ણયને હું અંતરના ઉમળકાથી આવકારું છું. ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ગુજરાત ઙ્કાકળતિક કળષિ ક્ષેત્રે સમગ્ર ભારત માટે મોડલ સ્‍ટેટ બનવા જઈ રહ્યું છે.

ગુજરાતમાં પ્રાકળતિક કળષિનો વ્‍યાપ વધે, રાજયના ખેડૂતોમાં પ્રાકળતિક કળષિ બાબતે જાગળતિ કેળવાય અને ગુજરાતના યુવાઓ પ્રાકળતિક કળષિ ક્ષેત્રે શિક્ષણ મેળવી શકે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે પ્રાકળતિક કળષિમાં શિક્ષણ, સંશોધન અને વિસ્‍તરણના કાર્ય માટે રાજય સરકાર દ્વારા વિશ્વની પ્રથમ અને એકમાત્ર એવી ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્‍સ યુનિવર્સિટી એટલે કે, ગુજરાત પ્રાકળતિક કળષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની સ્‍થાપના કરવામાં આવી છે.

(4:25 PM IST)