તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
વિપક્ષના જુઠાણા સામે ભાજપના સત્યને જીતાડતા મતદારોઃ ચેતન રામાણી

રાજકોટ તા.૧૯: ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના લડાયક ખેડુત આગેવાન ચેતનભાઇ રામાણી સ્થાનીક સ્વરાજયની ચુંટણી પરીણામ અંગે કહયું કે ગુજરાત પ્રદેશમાં તમામ નગરપાલીકાઓ, મહાનગરપાલીકાઓ તેમજ બાકી રહેલ તાલુકા પંચાયતો આદી ચુંટણીઓમાં રાષ્ટ્રવાદી વિચારધારા તેમજ વિકાસની રાજનીતીથી વરેલી પાર્ટીને પ્રજાજનોએ સમર્થન આપ્યું છે. વિપક્ષની ગેરંટીઓ તેમજ તેમના જુઠાણાથી ત્રાહીમામ જનતા ભારતીય જનતા પાર્ટી તેમજ તેમની સરકારો દ્વારા અપાયેલા વચનો તેમજ નિર્ધારીત સમય મર્યાદામાં કામો પુરા કરવાની પધ્ધતીથી જનતા જનાર્દન ખોબલે ખોબલે મત આપી તેમને ચુંટી કાઢયા છે તેમજ અત્ર તત્ર સર્વત્ર જનતાએ કેસરીયો લહેરાવ્યો છે તેમ ખુશી વ્યકત કરતા ચેતન રામાણીએ જણાવ્યું છે. (૩પ.૧ર)
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
