<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સુરતના માંડવીમાં ટ્રક-પીકઅપ બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત : 4 શ્શ્રમિકોના કરૂણમોત : 5ને ગંભીર ઈજા

માંડવી તાલુકાના સઠવાવ ગામ નજીક પસાર થતાં માંડવી ઝંખવાવ રોડ પર રાત્રે દોઢ વાગ્યા આસપાસ ટ્રક અને પીકઅપ બોલેરો અથડાયા

સુરતના માંડવી તાલુકાના સઠવાવ ગામ નજીક પસાર થતાં માંડવી ઝંખવાવ રોડ પર રાત્રે દોઢ વાગ્યા આસપાસ ટ્રક અને પીકઅપ બોલેરો અથડાયા હતા. જેને પગલે પીકઅપમાં સવાર ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું  હતું. જ્યારે અન્ય 5 ઇજાગ્રસ્તો માંડવી તાલુકાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગમ્ખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે શ્રમિકો ભરેલી બોલરો પીકવાન જઇ રહી હતી ત્યારે સામેથી આવી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 શ્રમિકોને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બોલેરોવાનમાં 9 શ્રમિકો મુસાફરી કર્યા હતા.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તો અને મૃતકોની ડેડબોડીને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. માંડવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડીરાત્રે સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઇવરોની તપાસ કરવામાં આવશે. જો કોઇ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહ્યું હોવાનું સાબિત થશે તો તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવામાં આવશે. 

મળતી માહિતી મુજબ, મૃતકો અને ઇજાગ્રસ્તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. માંડવી પોલીસે ચારેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:53 PM IST)