<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

અમદાવાદમાં ધોળેદિવસે મર્ડર :નારોલ વિસ્તારમાં તલવારના ઘા ઝીકી હત્યા : આરોપીની ધરપકડ

નારોલમાં સામાન્ય બોલાચાલી અને અદાવતના કારણે રવી બોરાણા નામના શખ્સે ધુવેન્દ્ર રાજપૂત પર અચાનક ઉપરાછાપરી તલવારના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો

અમદાવાદમાં ફરી એકવાર હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. ધોળે દહાડે હત્યા થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના નારોલ વિસ્તારમાં અંગત અદાવતના કારણે એક શખ્સે અન્ય અન્ય એક શખ્સ પર તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

અમદાવાદમાં ફરી એકવાર ધોળે દિવસે હત્યાની ઘટના ઘટી છે. શહેરના નારોલ વિસ્તારમાં એક હત્યાની ઘટનાથી ચકચારી મચી ગઇ છે. નારોલમાં સામાન્ય બોલાચાલી અને અદાવતના કારણે ધ્રુવેન્દ્ર રાજપૂત ઉર્ફે ડેવિલ નામના શખ્સની હત્યા કરવામાં આવી છે. રવી બોરાણા નામના શખ્સે ધુવેન્દ્ર રાજપૂત પર અચાનક ઉપરાછાપરી તલવારના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં પ્રાથમિક અનુમાન છે કે, આ હત્યા અંગત અદાવતના કારણે થઇ છે. હાલમાં પોલીસે આરોપી રવી બોરાણાની ધરપકડ કરી લીધી છે. 

(1:42 PM IST)