<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

શિવરાત્રીના મેળામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ સહિતથી જૂનાગઢ સુધી 210 બસ એકસ્ટ્રા દોડશે

ST બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એકસ્ટ્રા સંચાલન 70 મીની બસથી કરાશે : લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા દત્ત ચોકમાં ભાવિકોને દરરોજ નવા-નવા પ્રકારનાં નાસ્તાઓની ડીસ અને અવિરત ચા સ્ટોલ કાર્યરત રહેશે

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ દ્વારા મહાશિવરાત્રી મેળાને લઈ ST બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એકસ્ટ્રા સંચાલન 70 મીની બસથી કરવામાં આવશે. જેમનું રૂપિયા 25ના ભાડાથી ભસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સીટી સંચાલન મીની બસોથી તાથ ધરવામાં આવનાર છે.

તેમજ મેળા દરમિયાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉત્તા, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના પાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની 180 મોટી બસો તેમજ રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 30 બસો મળી કુલ 210 ખસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવનાર છે. વધારે ટ્રાફિક પ્રમાણ જણાતા યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરાયુ છે.

આ એકસ્ટ્રા બસનું સંચાલન બુથનું ઉદ્ઘાટન 22 ફેબ્રુઆરીના 9:30 કલાકે ST બસ સ્ટેશન ખાતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે જૂનાગઢ ST નિગમના વિભાગીય નિયામક એમ.બી. રાવલ, એચ.એન. ખાંભલા, વી.એમ. મકવાણા સહિતના ઉપસ્થિત રહેશે.

જૂનાગઢમાં 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન શિવરાત્રિનો મેળો યોજાનાર છે. જેમાં આવતા ભાવિકો માટે નિઃશુલ્ક ચા-નાસ્તાની લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા અવિરત ચા-નાસ્તો સ્ટોલ રખાશે તેવો નિર્ણય લેવાયો છે. જેમાં જૂનાગઢમાં વસતા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટનાં યુવાનો દ્વારા ભવનાથ મંદિર આગળના ભાગે આવેલ દત્ત ચોકમાં ભાવિકોને દરરોજ નવા-નવા પ્રકારનાં નાસ્તાઓની ડીસ તેમજ એકપણ પણ બંધ રાખ્યા વગર અવિરત ચા સ્ટોલ કાર્યરત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે મેળામાં અનેક સ્થળો અન્નક્ષેત્ર, ઉતારાઓ સહિતના આયોજનો હોય છે.

(1:00 PM IST)