News of Wednesday, 19th February 2025
વડોદરામાં રેલવે ડિવિજનલ પર્સનલ ઓફિસરના નિવાસ્થાને CBI અને ACB દ્વારા સર્ચ ઓપરેશન:4 લોકોની ધરપકડ
રેલવે ભરતીમાં ગેરરીતી થઈ હોવાના મામલે તપાસ : પ્રતાપ નગર ખાતે આવેલી ઓફિસ અને ઘરે આ ટીમો દ્વારા સર્ચ કર્યું

વડોદરાની રેલવે પ્રતાપ નગર ખાતે આવેલા ઓફિસર્સ કોટર્સમાં ફરી એક વખત CBI અને ACB દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મોડીરાત સુધી તપાસનો ધમધમાટ કરાયો હતો. રેલવે ભરતીમાં ગેરરીતી થઈ હોવાના મામલે આ તપાસ કરવામાં આવી છે. જેમાં ચારેય અધિકારી કર્મચારીઓની ધરપકડ સીબીઆઇ દ્વારા કરવામાં આવી છે. મહત્ત્વું છે કે, રેલવેના ડિવિઝનલ પર્સનલ ઓફિસર સહિતના અધિકારીઓની ત્યાં સર્ચ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી રેલવે ડીઆરએમ કચેરીની બાજુમાં ઓફિસમાં રેલવેના ડિવિઝનલ પર્સનલ ઓફિસર સહિત અન્ય એક અધિકારીના નિવાસ્થાને પણ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ટીકરપ્શન બ્યુરોની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રતાપ નગર ખાતે આવેલી ઓફિસ અને ઘરે આ ટીમો દ્વારા સર્ચ કર્યું હતું. રેલવેની ભરતીમાં ગેરરીતી થઈ હોવાના મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસર સુનિલ બિશ્નોઈ સહિત ચાર અધિકારીઓની ઓફિસમાં તપાસ કરવામાં આવી છે. આ ચારેય અધિકારીઓની ઓફિસ અને ઘરે મંગળવારે મોડી રાત સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. હાલ તો અચાનક સીબીઆઇ અને ACB ની ટીમો દ્વારા બરોડા પાડવામાં આવતા અન્ય અધિકારીઓમાં પણ તેમ જ વિભાગોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
